સંદર્શન 18:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હાય! હાય! તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, ‘હાય! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રુદન તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું, ‘અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરનાં વહાણોના સર્વ માલિકો ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જડ થયું છે!’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.” Faic an caibideilપવિત્ર બાઈબલ19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે: “અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર! તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા. પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો! Faic an caibideil |