Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 91:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ, અને તેને મારું તારણ દેખાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું મારું તારણ તેને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 91:16
14 Iomraidhean Croise  

પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે. તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ.


તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.


તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.


જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”


યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.


વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.


તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.


કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે.


પરંતુ યહોવાહના અનંતકાળિક ઉદ્ધારથી ઇઝરાયલ બચી જશે; તું ફરીથી ક્યારેય લજ્જિત કે અપમાનિત થઈશ નહિ.


કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે,


સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”


તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.


Lean sinn:

Sanasan


Sanasan