Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 89:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આનંદદાયક નાદને જાણનાર લોકોને ધન્ય છે; હે યહોવા, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પર્વના હર્ષનાદોનો અનુભવ કરનાર લોકને ધન્ય છે; હે પ્રભુ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 89:15
21 Iomraidhean Croise  

ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.


હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.


ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.


તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.


વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.


રાજાના મુખના પ્રકાશમાં જીવન છે અને તેની કૃપા પાછલા વરસાદના વાદળાં જેવી છે.


હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.


પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું.


જુઓ, સારા સમાચાર લાવનાર, શાંતિની ખબર આપનારનાં પગલાં પર્વત પર દેખાય છે; તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે. હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર, કેમ કે હવે પછી કોઈ દુષ્ટ તારી મધ્યે થઈને જશે નહિ; તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે.


વળી, તમારા ઉત્સવો વખતે, તમારા ઠરાવેલ પર્વોએ અને તમારા મહિનાઓના આરંભમાં તમે તમારા દહનીયાર્પણો તેમ જ શાંત્યર્પણો પર રણશિંગડું વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારે માટે સ્મરણાર્થે થશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.”


તેઓએ યાકૂબમાં કઈ જ ખોટું જોયું નથી. કે ઇઝરાયલમાં મુશ્કેલી જોઈ નથી. યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સાથે છે, અને તેઓની વચ્ચે રાજાનો જયજયકાર છે.


યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’”


તમે મને જીવનના માર્ગ જણાવ્યાં છે; તમારા મુખના દર્શનથી તમે મને આનંદથી ભરપૂર કરશો.


વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’”


પણ હું પૂછું છું કે, ‘શું તેઓએ નથી સાંભળ્યું?’ ‘હા ખરેખર, સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા દુનિયાના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે.’”


નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan