Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 82:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી; તેઓ અંધારામાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી. તેઓ અંધકારમાં ભટકે છે; તેથી પૃથ્વી પર ઇન્સાફ દેખાતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉતરી રહી છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 82:5
19 Iomraidhean Croise  

આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી. પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે.


કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?


શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી.


શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.


જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ


યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.


કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.


જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.


દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.


જ્ઞાની માણસની આંખો તેનાં માથામાં હોય છે. અને મૂર્ખ અંધકારમાં ચાલે છે એમ છતાં મને માલૂમ પડ્યું કે, તે સર્વનાં પરિણામ સરખાં જ આવે છે.


વળી મેં પૃથ્વી પર જોયું કે સદાચારની જગાએ દુષ્ટતા અને નેકીની જગ્યાએ અનિષ્ટ છે.


કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો.


તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી. અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ.


મેં કહ્યું, “હે યાકૂબના આગેવાનો, અને ઇઝરાયલ દેશના શાસકો, હવે સાંભળો; શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી?


ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે.


અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.


અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.


પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’


પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે.


Lean sinn:

Sanasan


Sanasan