ગીતશાસ્ત્ર 72:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેઓ જીવશે; અને તેમને શેબાનું સોનું આપવામાં આવશે; તેમના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે; આખો દિવસ તેમને ધન્યવાદ આપવામાં આવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 રાજા ચિરંજીવી બનો; શેબાનું સુવર્ણ તેને ધરવામાં આવો, તેને માટે નિરંતર પ્રાર્થના ગુજારવામાં આવો; તેના ઉપર સદા ઈશ્વરની આશિષ ઊતરો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે, રાજા ઘણું લાંબુ જીવો! તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે; ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને. Faic an caibideil |
જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.