Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 68:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ મોકલ્યો, તમારું વતન બેહોશ થયું હતું, ત્યારે તમે તેને તાજું કર્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હે ઈશ્વર, તમે મુશળધાર વરસાદ મોકલ્યો. તમે જ આપેલ વારસાનો પ્રદેશ સુક્યો ત્યારે તમે તેને તરબોળ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો; અને સૂક્કી જમીનને તાજી કરી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 68:9
10 Iomraidhean Croise  

યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા.


અગ્નિ દ્વારા યહોવાહ સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.


હું તેઓની તથા મારી આસપાસની ટેકરી પર આશીર્વાદ લાવીશ, વળી હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. આ આશીર્વાદનો વરસાદ થશે.


હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો.


ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.


ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા; સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan