Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 65:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારાં ઉલ્લઘંનો તમે નિવારશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે, પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 65:3
21 Iomraidhean Croise  

ઈશ્વરે તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના અને અરજ મેં સાંભળી છે, મારું નામ તેમાં રાખવા સારું તેં બંધાવેલા આ સભાસ્થાનને હું પવિત્ર કરું છું. મારું હૃદય અને મારી દ્રષ્ટિ નિરંતર ત્યાં રહેશે.


પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મને પ્રાર્થના કરી હતી. તારી એ પ્રાર્થના મેં સાંભળી છે.


“તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.


કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે.


કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.


ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.


હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો; તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.


તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપ માફ થયું છે.”


“એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે,” એવું યહોવાહ કહે છે.


હે યહોવાહ, સંકટના સમયમાં મારું સામર્થ્ય તથા મારા ગઢ, તથા મારા આશ્રય સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવી અને કહેશે કે, અસત્ય, વ્યર્થ; અને નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પિતૃઓનો વારસો છે.


તે દિવસે દાઉદના ઘર પર તથા યરુશાલેમના રેહવાસીઓ પર તેઓનાં પાપ અને અશુદ્ધતા માટે ઝરો ખોલવામાં આવશે.


બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!


કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.


તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે?


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;


Lean sinn:

Sanasan


Sanasan