Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 64:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દઢ કરે છે. તેઓ ગુપ્ત પાશ નાખવાને મસલત કરે છે; તેઓ કહે છે કે અમને કોણ જોશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ પોતાનાં કાવતરાંમાં એકબીજાને ઉત્તેજન આપે છે, અને ગુપ્ત રીતે જાળો ક્યાં બિછાવવી તેની મસલત કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જોનાર છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે; અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે: “અમને અહીં જોનાર કોણ છે?”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 64:5
17 Iomraidhean Croise  

જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, ‘મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, “આ મારો ભાઈ છે.”


તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?


તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”


જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.


ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ


જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”


તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”


શત્રુએ સંકલ્પ કર્યો કે, ‘હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તલવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.’


દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, ‘હિંમત રાખ.’


પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં જોયું કે ઇઝરાયલીઓના દરેક વડીલો અહીં અંઘારામાં પોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં શું કરે છે? કેમ કે તેઓ કહે છે કે, ‘યહોવાહ અમને જોતા નથી. યહોવાહે દેશને તજી દીધો છે.’


કૃપા કરીને આવ અને મારા માટે આ રાષ્ટ્રને શાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં વધારે બળવાન છે. કદાચ હું આ લોકોને હુમલો કરીને એવી રીતે મારું કે તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”


ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું.


ઇઝરાયલના સૈનિકોએ હિંમત રાખીને તેઓએ અગાઉના દિવસની માફક એ જ જગ્યાએ ફરીથી વ્યૂહરચના કરી.


Lean sinn:

Sanasan


Sanasan