Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 52:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અરે જુલમગાર, તું ભૂંડાઈનું અભિમાન કેમ કરે છે? ઈશ્વરની કૃપા સર્વદા [ટકે છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 52:1
24 Iomraidhean Croise  

તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.


પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.


યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.


કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.


જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”


તે ભૂંડાઈથી કષ્ટાય છે, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.


તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.


જો કોઈ બે માણસો બળદ વિષે, ગધેડા વિષે, ઘેટાં વિષે, વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ મારું છે.’ પણ બીજો કહે: ‘ના, આ મારું છે.’ તો બન્નેએ તકરાર માટે ન્યાયાધીશ પાસે જવું અને ન્યાયાધીશ સાચો ન્યાય આપશે. ન્યાયાધીશ જેને ગુનેગાર ગણાવે તેણે બીજા માણસને બમણું ભરપાઈ કરી આપવું.


તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.


દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,


ન્યાયને અનુસરીને કોઈ પોકાર કરતું નથી અને સત્યથી કોઈ દલીલ કરતું નથી. તેઓ ખાલી શબ્દો પર ભરોસો રાખે છે અને જૂઠું કહે છે; તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને પાપને જન્મ આપે છે.


ગદાલ્યાને મારી નાખ્યા પછી બીજા દિવસે, આ વાતની કોઈને ખબર પડે તે પહેલાં,


તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ કપટ બોલે છે. તેઓ મુખથી પોતાના પડોશી સાથે શાંતિથી બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.


તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. સરદારો પૈસા માગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.


નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,


કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ,


હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.


Lean sinn:

Sanasan


Sanasan