ગીતશાસ્ત્ર 5:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હે ઈશ્વર, તમે તેઓને અપરાધી ગણો. તેઓ પોતાની જ યુક્તિઓમાં પોતે ફસાઈ પડે. તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડસેલી કાઢો; કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 હે ઈશ્વર, તમે તેમને દોષિત ઠરાવીને સજા ફરમાવો; તમે તેમને તેમના પ્રપંચમાં જ ફસાઈ પડવા દો. તમારી વિરુદ્ધના તેમના અનેક અપરાધ અને વિદ્રોહને લીધે તેમને તમારી હાજરીમાંથી હાંકી કાઢો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો, અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો, તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે. Faic an caibideil |
એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.”
અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું.