Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 47:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઈશ્વર તેમના પવિત્ર સિંહાસન પર બિરાજ્યા છે; તે સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 47:8
18 Iomraidhean Croise  

આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.”


તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.


આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.


ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.


કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.


યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.


દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?


વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.


યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.


યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.


યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.


યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે.


“જે ઠગ માનતા માનીને પોતાના ટોળાંમાં નર જાનવર હોવા છતાં ખોડવાળાં પશુને પ્રભુ યહોવાહ માટે બલિદાનમાં ચઢાવે છે તે શાપિત થાઓ! કેમ કે હું મહાન રાજા છું, “મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે.” એવું સૈન્યોના યહોવાહ કહે છે.


એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


મોટા સમુદાયના જેવી, ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી મેં સાંભળી કે, હાલેલુયા; કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે.


પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan