Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 38:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી જેઓ ભલાને બદલે ભૂંડું પાછું વાળે છે તેઓ મારા શત્રુઓ છે, કારણ કે જે સારું છે તેને હું અનુસરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તેઓ તો ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળી આપનારા છે; હું તેમનું ભલું કરું છું, ત્યારે તેઓ મારી નિંદા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 38:20
18 Iomraidhean Croise  

મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.


મારા શત્રુઓને જુઓ, કેમ કે તેઓ ઘણા છે; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ઘૃણા કરે છે.


તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. જેથી હું અનાથ થઈ જાઉં છું.


મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો.


મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે.


ભલાઈનો બદલો બૂરાઈથી કરાય? તેમ છતાં, એ લોકોએ મારે માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તારી સમક્ષ ઊભો રહ્યો તે યાદ કર.


ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”


જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું નુકસાન કરનાર કોણ છે?


જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.


ત્યાર પછી દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” ઈશ્વરે કહ્યું, “તેઓ તને સોંપી દેશે.”


દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા.


પણ ઘેટાં સાચવવા માટે જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ જ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા.


દાઉદે કહ્યું હતું, “આ માણસની અરણ્યમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેનું કશું પણ ચોરાયું કે ખોવાયું નહોતું, પણ મારી એ બધી સેવાની કદર થઈ નથી. તેણે મારા પર ઉપકારને બદલે અપકાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan