Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 31:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારી તરફ તમારો કાન ધરો; ઉતાવળે મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 મારી તરફ કાન ધરો અને મને સત્વરે છોડાવો; તમે મારા રક્ષણનો મજબૂત ગઢ અને બચાવનો કિલ્લો બનો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો! મારા ખડક બનો. મારી સુરક્ષાની જગા બનો. મારો કિલ્લો બનો અને મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 31:2
24 Iomraidhean Croise  

ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.


તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળમાં ભળી જઈશ; તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારું સાંભળો. જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.


હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.


હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.


હું દીન તથા દરિદ્રી છું; પ્રભુ મારી ચિંતા કરશે. તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.


ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.


તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.


રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઈ મળે નહિ.


હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.


હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.


હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.


કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.


પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.


જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.


તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.


હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”


જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.


આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,


કોઈએ ઈશ્વરને કદી જોયા નથી; જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan