Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 22:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 22:14
15 Iomraidhean Croise  

લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. તેઓ મારા મોં પર તમાચો મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.


ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.


હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે ઘણાં દુ:ખોના દિવસોએ મને ઘેરી લીધો છે.


હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે;


કેમ કે સંતાપથી મારી જિંદગી અને નિસાસાથી મારાં વર્ષો વહી જાય છે. મારા ત્રાસના કારણે મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.


તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.”


તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.


અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.


ત્યારે રાજાનો ચહેરો બદલાઈ ગયો અને તેના વિચારોથી તે ગભરાઈ ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા તેનાં ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યાં.


નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.


પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”


તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.


હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.


અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.


Lean sinn:

Sanasan


Sanasan