ગીતશાસ્ત્ર 19:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 વળી જાણી જોઈને કરેલાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓ મારા ઉપર રાજ ન કરે; ત્યારે હું પૂર્ણ થઈશ, અને મહાપાપમાંથી બચી જઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 વળી, જાણીબૂઝીને કરાતાં પાપોથી પણ મને દૂર રાખો. તેમને મારા પર પ્રભુત્વ જમાવવા ન દો. ત્યારે તો હું સંપૂર્ણ થઈશ અને અઘોર પાપ કરવાથી બચી જઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો. મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો. ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ અને મહાપાપ કરવામાંથી બચી જઇશ. Faic an caibideil |
અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું.