Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 મારે વિષે સાંભળતાં જ તેઓએ મારું માન્યું; પરદેશીઓ મારે શરણે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 મારે વિષે સાંભળતાં જ તેઓ મને આધીન થઈ જાય છે; પરદેશીઓ મારી સમક્ષ આવી ધૂંટણો ટેકવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે. અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:44
9 Iomraidhean Croise  

દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું.”


ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.


સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.


જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.


યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.


તમે રોટલી, ચરબી તથા રક્ત અર્પણ કરતી વખતે વિદેશીઓને કે, જેઓ હૃદયમાં તથા શરીરમાં બેસુન્નત છે, તેવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લાવીને સભાસ્થાનને અશુદ્ધ કર્યું છે, મારા કરારનો ભંગ કરીને તમારાં ધિક્કારપાત્ર કાર્યોમાં વધારો કર્યો છે.


હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે! યહોવાહ જે તારી સહાયની ઢાલ, તારી ઉત્તમતાની તલવાર તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? તારા શત્રુઓ જુઠા કરશે; તું તેઓના ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan