Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 148:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે, તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે. યહોવાહની સ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ઈશ્વરે પોતાના લોકોને શક્તિમાન બનાવ્યા છે; જેથી તેમના સર્વ સંતો, એટલે, તેમના પ્રિય ઇઝરાયલ લોક તેમની સ્તુતિ કરે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તે તેમના લોકોની તાકાત વધારશે, તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો. સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 148:14
19 Iomraidhean Croise  

તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.


હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.


લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.


તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”


તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.


કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.


તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.


હે યહોવાહ, મને સાજો કરો, તો હું સાજો થઈશ. મારો ઉદ્ધાર કરો એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારા સ્રોત્ત છો.


તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.


તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”


પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.


અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;


એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.


તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.


કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે.


પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “મારું હૃદય ઈશ્વરમાં આનંદ કરે છે; મારું શિંગ ઈશ્વરમાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે હિંમતથી બોલે છે, કેમ કે હું તમારા ઉદ્ધારમાં આનંદ કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan