Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 143:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 143:7
20 Iomraidhean Croise  

મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારું સાંભળો. જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.


કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.


તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!


હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.


હું દીન તથા દરિદ્રી છું; પ્રભુ મારી ચિંતા કરશે. તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.


તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.


મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.


હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.


પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.


હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.


મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.


આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.


કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ.


કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય.


હું યહોવાહની રાહ જોઈશ, જે યાકૂબના સંતાનોથી પોતાનું મુખ સંતાડે છે, તેમને માટે હું રાહ જોઈશ.


દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.


Lean sinn:

Sanasan


Sanasan