Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 103:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તે તારા જીવનને મૃત્યુના ગર્તમાંથી ઉગારે છે, અને તને પ્રેમ અને રહેમનો મુગટ પહેરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 103:4
15 Iomraidhean Croise  

દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ.”


પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે.


કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.


યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.


કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.


કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે, કે જેથી હું ઈશ્વરની સમક્ષ, જીવતાઓના અજવાળામાં ચાલું.


તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.


જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે.


કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.


આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.


ક્રોધના આવેશમાં મેં પળવાર તારાથી મારું મુખ ફેરવ્યું હતું; પણ અનંતકાળિક કરારના વિશ્વાસુપણાથી હું તારા પર દયા કરીશ,” તારા બચાવનાર યહોવાહ એમ કહે છે.


જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.


જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી પણ કરમાઈ ન જનાર મહિમાનો મુગટ તમે પામશો.


તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan