Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે, અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તમારા સેવકોને તો તેના ખંડેરના પથ્થરો ય વહાલા છે અને તેની ધૂળ પર તેમને દયા આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે, અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:14
20 Iomraidhean Croise  

તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.


ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો! કારણ કે તેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાહનું જે ભક્તિસ્થાન છે તેનો મહિમા વધારવો.


તેઓએ મને કહ્યું કે, “બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”


મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજ્જડ થયેલું છે. તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદા કે ટીકારૂપ ન થઈએ.”


મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડિયર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે હું ઉદાસ થયેલો છું.”


પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, “વજન ઊંચકનારા મજૂરો પોતાના સામર્થ્ય ગુમાવી દીધા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી.”


તેના ભાઈઓ અને સમરુનના સૈન્યની હાજરીમાં તે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યા છે? શું તેઓ પોતાને માટે ફરીથી નગર બાંધશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પૂરું કરી શકશે? શું બળી ગયેલી ઈમારતોના ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પુન:નિર્માણ કરશે?


એમ અમે તે કોટ બાંધ્યો અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે આખો કોટ તેની નિર્ધારિત ઊંચાઈથી અડધા ભાગનો કોટ તો તેઓએ જોતજોતામાં બાંધી દીધો.


હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.


હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.


કેમ કે યહોવાહ યાકૂબ પર દયા કરશે; તે ફરીથી ઇઝરાયલને પસંદ કરશે અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. વિદેશીઓ તેઓની સાથે જોડાશે અને તેઓ યાકૂબના સંતાનોની સાથે જોડાશે.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે.


હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે.


કેમ કે યહોવાહ કહે છે કે; બાબિલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ. તમને આ સ્થળે લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન પૂરું કરીશ.


યહોવાહ કહે છે; “જુઓ, યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેઓના ઘરો પર હું દયા કરીશ. અને નગરને પોતાની ટેકરી પર ફરી બાંધવામાં આવશે તથા રાજમહેલમાં રજવાડાની રીત મુજબ લોકો વસશે.


હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે.


અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan