Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 28:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જેઓ નિયમ પાળતા નથી, તેઓ દુર્જનને વખાણે છે, પણ જેઓ નિયમનું પાલન કરે છે તેઓની સામે વિરોધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 નિયમ તોડનારાઓ દુષ્ટોનાં વખાણ કરે છે; પણ નિયમ પાળનારાઓ તેઓની સામે ટક્કર ઝીલે છે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 નિયમશાસ્ત્રનો અનાદર કરનાર જ દુષ્ટોનાં વખાણ કરે છે, પણ નિયમશાસ્ત્રનું પાલન કરનાર દુષ્ટો સામે ટક્કર ઝીલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જેઓ નિયમથી દૂર વળી જાય છે, તેઓ દુર્જનને વખાણે છે, પણ તે પાળનારા તેમનો વિરોધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 28:4
31 Iomraidhean Croise  

એલિયાએ જવાબ આપ્યો, “મેં ઇઝરાયલને દુઃખ આપ્યું નથી, પણ તેં તથા તારા પિતાના કુટુંબે યહોવાહની આજ્ઞાનો ત્યાગ કરીને તથા બઆલની પૂજા કરીને દુઃખ આપ્યું છે.


એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવાહ ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.


તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને વિશ્રામવારના દિવસે દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષ પીલતા તથા અનાજની ગૂણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરુશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો.


મુખ્ય યાજક એલ્યાશીબનો દીકરો યોયાદાના દીકરાઓમાંના એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેથી મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.


કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓ યહોવાહને ધિક્કારે છે અને તેમની નિંદા કરે છે.


જ્યારે તે જીવતો હતો, ત્યારે તે પોતાના આત્માને આશીર્વાદ આપતો હતો અને જ્યારે તું તારું પોતાનું ભલું કરે છે, ત્યારે માણસો તારાં વખાણ કરે છે.


દેશમાં ભયંકર તથા આઘાતજનક વાતો બની રહી છે


કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.”


પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.


પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?


ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી.


અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.


પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.


‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.


અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.


વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.


તેઓ જગતના છે, એ માટે તેઓ જગત વિષે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે.


પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.


Lean sinn:

Sanasan


Sanasan