Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 26:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 દ્વેષી માણસ પોતાના હોઠોથી છળ કરે છે, પણ પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 દ્વેષી માણસ કપટી વાણીથી છેતરે છે; કારણ, તેનું હૈયું કપટથી ભરેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે. પણ પોતાની વાણીથી તેને છુપાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 26:24
17 Iomraidhean Croise  

તેઓની બહેન દીના પર તેણે બળાત્કાર કર્યો હતો, માટે યાકૂબના દીકરાઓએ શખેમ તથા તેના પિતા હમોરને કપટથી ઉત્તર આપ્યો.


પછી આબ્શાલોમે કહ્યું કે, “જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે.” તેથી રાજાએ તેને કહ્યું, “શા માટે આમ્નોન તારી સાથે આવે?”


આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.


તેથી યોઆબે અમાસાને કહ્યું, “મારા ભાઈ, શું તું ઠીક તો છે ને?” યોઆબે અમાસાને ચુંબન કરવા માટે તેનો જમણો હાથ લંબાવી તેની દાઢી પકડી.


સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવ્યું, “આવ, આપણે ઓનોના કોઈ એક ગામના મેદાનમાં મળીએ.” પણ તેઓનો ઇરાદો તો મને નુકસાન પહોંચાડવાનો હતો.


યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.


જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.


જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે.


જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે પણ ચાડી કરનાર મૂર્ખ છે.


ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.


સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે, પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે.


જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે, પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.


નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.


પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.


કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.


પ્રત્યેક જણ પોતાના પડોશીથી સાવધ રહો, કોઈએ પોતાના ભાઈ પર વિશ્વાસ ન કરવો, કેમ કે દરેક ભાઈ છેતરનાર છે. અને દરેક પડોશી નિંદા કર્યા કરશે.


શાઉલે દાઉદને કહ્યું, “જો અહીં મારી મોટી દીકરી મેરાબ છે. તેના લગ્ન હું તારી સાથે કરાવીશ. એટલું જ કે તું મારે સારુ બળવાન થા, ઈશ્વરની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે મનમાં વિચાર્યું, “મારો હાથ એના પર ન પડે, પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે.”


Lean sinn:

Sanasan


Sanasan