Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 23:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે, અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 લૂંટારાની માફક તે રાહ જોઈને બેસે છે, અને ઘણા પુરુષોને બેવફા બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તે લૂંટારાની જેમ સંતાઇને તાકી રહે છે. અને ઘણા પુરુષોને અવિશ્વાસુ બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 23:28
15 Iomraidhean Croise  

દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો.


પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.


કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે.


અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.


કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.


પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે.


તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે.


તું ખાલી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો, તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ આરબ પ્રતિક્ષા કરે છે. તેમ તું તેઓને સારુ રસ્તાની ધારે બેઠી છે, અને તેં તારા વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ભ્રષ્ટ કરી છે.


વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.


ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા ત્યારે પુરુષોએ મોઆબની સ્ત્રીઓ સાથે સૂવાનું શરૂ કર્યું.


જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.


Lean sinn:

Sanasan


Sanasan