Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 21:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ મૂએલાઓની સભામાં આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 સમજના માર્ગેથી ભટકી જનાર માણસ મૃતાત્માઓની સંગતમાં આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર મૃતકોના સંગાથે રહી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 21:16
20 Iomraidhean Croise  

પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.


તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; તેઓ સીધા કબર તરફ ઉતરશે; તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, ત્યાં કોઈ બાકી રહેશે નહિ.


જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે.


જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.


જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે, પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.


જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.


કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે.


પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે.


પણ જો ન્યાયી માણસ પોતાની નેકી છોડી દઈને વિશ્વાસઘાત કરે, જે ધિક્કારપાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુસરણ કરે, તો શું તે જીવશે? તેણે કરેલાં નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે પોતે કરેલાં પાપોને લીધે તે મૃત્યુ પામશે.


જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”


વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;


પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;


Lean sinn:

Sanasan


Sanasan