Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહોવાહનું ભય જીવનદાન અને સંતોષ આપે છે તેથી તેનું ભય રાખનાર પર નુકસાનકારક માર આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 યહોવાનું ભય જીવનદાતા છે; [જે તે રાખે છે] તે સંતોષ પામશે; હાનિરૂપી માર તેના પર આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનદાયક છે, તે રાખનાર સંતોષમાં રહેશે, અને તેના પર આપત્તિ આવી પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 જે કોઇ યહોવાનો ભય રાખે છે તે જીવન પામે છે, તે ભય વગર સંતોષથી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:23
28 Iomraidhean Croise  

પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.


યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.


તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે.


જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.


સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.


તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.


હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.


યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.


જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે.


સદાચારીને કંઈ નુકશાન થશે નહિ, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.


માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.


વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.


જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.


પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો.


જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.


ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરુનમાંનો વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માનાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.


આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.


કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.


પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.


Lean sinn:

Sanasan


Sanasan