Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દોષિતને જે નિર્દોષ ઠરાવે અને નિર્દોષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:15
23 Iomraidhean Croise  

પેલા બે અપ્રામાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો.


તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.


જૂઠા આક્ષેપો કરવા નહિ, નિર્દોષ અને ન્યાયીને મૃત્યુની સજા કરવી નહિ. નિર્દોષ માણસને મારી નાખનાર ખરાબ માણસને હું નિર્દોષ નહિ માનું.


ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.


દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.


વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી.


દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.


કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે, અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી.


છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:


જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને અંધકાર અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ!


તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે!


પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,


મારા લોકો જે તમારી જૂઠી વાતો સાંભળે છે તેઓની આગળ જૂઠું બોલીને, જે લોકોને મરવું ન હતું તેઓને તમે મારી નાખીને, જે લોકોને જીવવું નહોતું તેઓના જીવ બચાવી રાખવાને તમે મુઠ્ઠીભર જવ તથા ટુકડો રોટલી લઈને મને મારા લોકોમાં અપવિત્ર કર્યો છે.


કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે અને તમારાં પાપ ઘણાં છે, કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો, તમે લાંચ લો છો, અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડુબાવો છો.


તે લોકો ન્યાયને કડવાશરૂપ કરી નાખે છે, અને નેકીને પગ નીચે છૂંદી નાખે છે!


શું ઘોડો ખડક પર દોડી શકે? શું કોઈ ત્યાં બળદથી ખેડી શકે? કેમ કે તમે ન્યાયને ઝેરરૂપ, અને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યા છે.


પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.


જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે.


ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan