Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 અધમ માણસ અપરાધ કરે છે અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અધમ માણસ તરકટ રચે છે; તેના હોઠોમાં બાળી મૂકનાર અગ્નિ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 અધમ માણસ તરકટ રચે છે; તેના મુખમાં ભભૂક્તા અગ્નિ જેવા હાનિકારક શબ્દો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 નકામો માણસ દુષ્ટ યોજનાઓ ઘડે છે. તેની જીભે બળબળતો અજ્ઞિ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:27
15 Iomraidhean Croise  

પછી એવું બન્યું કે, બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે બલિયાલનો માણસ હતો તે ત્યાં હતો, તેણે દાઉદ સામે રણશિંગડું ફૂંકીને કહ્યું, “દાઉદ સાથે અમારે કોઈ સંબંધ નથી કે યિશાઈના દીકરા સાથે અમારો કોઈ લાગભાગ નથી. આ ઇઝરાયલના સર્વ માણસો તમે તમારા તંબુઓમાં જાઓ!”


મારો આત્મા સિંહોની મધ્યે છે; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.


મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેની ભૂખ એમ કરવા તેને આગ્રહ કરે છે.


દુષ્ટ માણસ કજિયાકંકાસ કરાવે છે, અને કૂથલી કરનાર નજીકના મિત્રોમાં ફૂટ પડાવે છે.


આંખ મટકાવનાર વ્યક્તિ મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે; હોઠ ભીડનાર વ્યક્તિ કંઈક અનિષ્ટ કરી રહી હોય છે.


દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.


જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;


નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,


તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.


જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી અને પાપને ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ;


શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી? લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે?


જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે.


તો હવે તારે શું કરવું તે જાણ તથા વિચાર કર. અમારા માલિકની વિરુદ્ધ તથા તેના આખા કુટુંબને પાયમાલ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. કેમ કે તે ખરેખર એવા હલકા પ્રકારનો છે કે તેની સાથે કોઈ વાત કરી શકે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan