Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 સાચો માર્ગ તજનારને શિક્ષા ભોગવવી પડશે, અને સુધરવાની ઉપેક્ષા કરનાર માર્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:10
20 Iomraidhean Croise  

જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે તેને કહ્યું, “હે ઇઝરાયલને દુઃખ આપનાર, એ શું તું છે?”


આહાબે એલિયાને કહ્યું, “મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો?” એલિયાએ કહ્યું, “મેં તને શોધી કાઢ્યો છે, કારણ, યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરવાને માટે તેં પોતાને વેચ્યો છે.


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “ત્યાં હજી એક પ્રબોધક બાકી છે કે, જેની મારફતે આપણે યહોવાહની સલાહ પૂછી જોઈએ. તે તો ઈમલાહનો દીકરો મિખાયા છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ, પણ ખોટું ભવિષ્ય કહે છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ.”


કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે.


છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.


પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.


તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો.


જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.


જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે, પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે.


જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.


શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?


દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.


તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”


તું કહીશ કે, “મેં કેવી રીતે શિખામણનો ધિક્કાર કર્યો છે અને મારા હૃદયે ઠપકાને તુચ્છ ગણ્યો છે!


જ્યારે યહોવાહ તારા ઈશ્વર માર્ગમાં તને ચલાવતા હતા ત્યારે તેં તેમને ત્યજી દીધા તેથી શું તું જ આ દશા તારી પર લાવ્યો નથી?


પણ જો, તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે, જેથી તે તેનાથી પાછો ફરે, જો તે તેના દુરાચરણથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મૃત્યુ પામશે, પણ તું પોતાનો જીવ બચાવશે.


કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.


જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.


Lean sinn:

Sanasan


Sanasan