Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 1:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે, અને વંટોળિયાની જેમ તમારી ઉપર વિપત્તિ ધસી આવશે; જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે [હું તમારી મશ્કરી કરીશ].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તોફાનની જેમ મહાઆપત્તિ અને વંટોળની જેમ મુશ્કેલીઓથી તમે ઘેરાઈ જશો અને ભારે પીડા તથા વ્યથા અનુભવશો, ત્યારે હું તમારો ઉપહાસ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 એટલે જ્યારે વંટોળિયાની જેમ તમારી ઉપર ભય ફરી વળશે, વિપત્તિઓ ફૂટી નીકળશે, સંકટ અને વેદના તમારા પર આવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 1:27
13 Iomraidhean Croise  

જયારે તેના પર દુ:ખ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?


તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા હોય, તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.


લોકો પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ ઘોંઘાટ કરશે, પણ ઈશ્વર તેઓને ઠપકો આપશે, તેઓ દૂર નાસી જશે અને પવનની સામે પર્વત પર ફોતરાંની જેમ અને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.


જુઓ, યહોવાહ પાસેથી તોફાન આવે છે. તેમનો કોપ હા, ઘૂમરી મારતો રોષ પ્રગટ થયો છે. ઘૂમરી મારતો વંટોળીયો દુષ્ટના માથા પર આવી પડશે.


યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે.


તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.


કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan