ફિલિપ્પીઓ 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને ઉચિત લાગે છે; કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગી હોવાથી, હું તમને મારા હૃદયમાં રાખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને યોગ્ય લાગે છે, કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગિયા હોવાથી, હું તમને મારા હ્રદયમાં રાખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તમે સૌ મારા હૃદયમાં વસેલા હોવાથી તમારે વિષે મને આવી લાગણી થાય એ વાજબી છે. મારા હાલના જેલવાસ દરમ્યાન અને જ્યારે શુભસંદેશનો બચાવ કે સમર્થન કરવા હું મુક્ત હતો ત્યારે પણ તમે સૌ કૃપામાં મારા સહભાગી થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો. Faic an caibideil |