Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 35:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નિપજાવ્યું હોય, તો તેને મારનારને નક્કી દેહાતદંડ આપવો; તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 અથવા ગુસ્સે થઈને મુક્કા માંરી બીજી વ્યક્તિને માંરી નાખે તો તે ખૂની છે. મોતનો બદલો લેનાર વ્યક્તિ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તેને માંરી નાખે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 35:21
7 Iomraidhean Croise  

તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”


હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.


પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”


ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.


લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.


તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય,


પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,


Lean sinn:

Sanasan


Sanasan