ગણના 16:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 જેઓએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે ધૂપપાત્ર લઈ લે. તેમને ટીપીને વેદીને ઢાંકવા માટે પતરાં બનાવવાં. તે પુરુષોએ તેઓનું અર્પણ મને કર્યું, તેથી તેઓ પવિત્ર છે, મારા માટે મુકરર કરેલ છે. તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 હા, એ પોતાના પ્રાણોની વિરુદ્ધ પાપ કરનારાઓનાં ધૂપપાત્રો [લઈ લઈને] તેમને ટીપીને વેદી ઢાંકવા માટે પતરાં બનાવવાં. કેમ કે તેઓએ તેઓને યહોવાની સમક્ષ ચઢાવ્યાં, એ માટે તેઓ શુદ્ધ છે. અને તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 પ્રભુની વેદી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાથી તે પવિત્ર બની છે. પાપને લીધે મોત વહોરી લેનારાઓની ધૂપદાનીઓમાંથી તારે ટીપીને પતરાં બનાવડાવાં અને વેદી ઢાંકવા માટે તેમનો ઉપયોગ કરવો. એ પતરાં ઇઝરાયલીઓને ચેતવણીના ચિહ્નરૂપ બની રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ38 યહોવાની વેદી સમક્ષ તે રજૂ થઈ હતી તેથી તે ધૂપદાનીઓ પવિત્ર છે, તેથી પાપ કરીને મૃત્યુને ભેટનાર એ લોકોની ધૂપદાનીઓમાંથી પતરાં બનાવડાવી તેના વડે વેદીના ઢાંકણને મઢાવજે, એ ઇસ્રાએલી લોકો માંટે ચેતવણીરૂપ થઈ પડશે.” Faic an caibideil |