ગણના 15:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ નિયમ તમારે માટે તથા તમારી સાથે રહેતા વિદેશીઓ માટે સમાન છે અને તે નિયમ સદાને માટે તમારા લોકના વંશજોને સારુ હોય. જેમ તમે છો તેમ યહોવાહ સમક્ષ વિદેશી પણ હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમો જે મંડળીના છો તે તમારે માટે તથા પ્રવાસી પરદેશીને માટે એક જ વિધિ તમારી પેઢી દરપેઢી સદાને માટે થાય. યહોવાની આગળ જેમ તમે છો, તેમ પરદેશી પણ હોય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તમે જેઓ ઇઝરાયલી સમાજના છો તેમને માટે અને તમારી મધ્યે વસતા પરદેશીને માટે હરહમેંશ આ જ નિયમો બંધનર્ક્તા છે; પ્રભુની દૃષ્ટિમાં તમે અને પરદેશી બંને સરખા જ છો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 આ કાનૂનો તમાંરે માંટે તથા તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે સમાંન છે, અને તે કાયમ માંટે તમે અને તમાંરા વંશજોને બંધનકર્તા છે. યહોવા સમક્ષ સ્વદેશી અને વિદેશી સરખા જ છે. Faic an caibideil |
અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.