ગણના 11:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને યહોવાની પાસેથી પવન નીકળ્યો, ને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો, ને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી, ને જમીનથી આસરે બે હાથ ઊંચે તેઓ ઊડતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 એકાએક પ્રભુ પાસેથી પવન ફુંક્યો અને તે દરિયા તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. જેથી તેઓ જમીનથી એકાદ મીટર ઊંચે ઊડવા લાગી, અને એક દિવસની મુસાફરી જેટલા અંતર સુધી દરેક દિશામાં પથરાઈ.* Faic an caibideilપવિત્ર બાઈબલ31 એના પછી તરત યહોવાએ પવનને મોકલ્યો, અને તે દરિયામાંથી તેની સાથે લાવરીઓને ઉપાડી લાવ્યો. લાવરીઓ છાવણીમાં તથા તેની આસપાસ ઘસડાઈને પડવા લાગી. તેઓએ જમીનને ત્રણ ફુટ ઉડી ઢાંકી દીધી. માંણસ એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલાં અંતરમાં દરેક દિશામાં લાવરીઓ ફેલાયલી હતી. Faic an caibideil |