નહેમ્યા 9:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યાં. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તમારા નિયમ પ્રમાણે પાછા વર્તવાને તમે તેઓને ચેતવણી આપી. તોપણ તેઓએ ગર્વ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો, પણ તમારા હુકમો, ( જેમને જે કોઈ પાળે તે તેઓથી જીવે, ) તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા, ને હઠીલા થઈને પોતાની ગરદન અક્કડ કરી, અને સાંભળવા ચાહ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 તમારા શિક્ષણ પ્રમાણે વર્તવાને તમે તેમને ચેતવણી આપી, પણ પોતાના ઘમંડમાં તેમણે તમારા નિયમનો અનાદર કર્યો; - જો કે તમારા નિયમનું પાલન તો જીવનપ્રાપ્તિનો માર્ગ છે! તુમાખીભર્યા અને હઠીલા હોવાથી તેઓ આધીન થયા નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ29 અને તેં તેમને તારી સંહિતાનું પાલન કરવા માટે ફરી ચેતવણી આપી. પરંતુ ઘમંડી વર્તણૂક કરીને તેઓએ તારા વિધિઓનું પાલન ન કર્યુ; જેના પાલનથી મનુષ્યને જીવન મળે છે એવા તારા નિયમોના વિરૂદ્ધ તેમણે પાપ કર્યુ, ને તેઓના ખભા હઠીલા હતા, તેઓની ગરદન અક્કડ હતી અને તેમણે તારું કહ્યું માન્યું નહિ. Faic an caibideil |