નહેમ્યા 9:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ26 પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ. અને તારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ. તેઓએ તમારા નિયમશાસ્ત્રને નકાર્યા. અને જે પ્રબોધકોએ તેઓને તારા તરફ પાછા ફરવા કહ્યું તેઓને તેઓએ મારી નાખ્યા. વળી તેઓએ બીજાં અનેક ભયંકર કૃત્યો કર્યા. Faic an caibideil |
પણ તેઓના દીકરાઓએ તથા દીકરીઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનોને અનુસર્યા નહિ, તેમ જ મારા કાયદાઓનું પાલન કરીને તેનો અમલ કર્યો નહિ. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા, જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, ત્યારે મેં તેઓ પર મારો કોપ રેડીને તેઓના પર મારો આક્રોશ પૂરો કર્યો.