Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 8:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે પ્રમાણે લોકો જઈને ડાળીઓ લઈ આવ્યા અને તેઓમાંના દરેકે પોતાના ઘરના છાપરા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં પોતાને સારુ માંડવા બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા, ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, પણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેથી લોકો ડાળીઓ લઈ આવ્યા અને તેમના ઘરના ધાબા પર, તેમના આંગણાંમાં, મંદિરના ચોકમાં અને પાણીના દરવાજા પાસેના ચોકમાં અને એફ્રાઈમના દરવાજા પાસેના ચોકમાં માંડવા બાંયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ સાંભળીને લોકો જઇને તે પ્રમાણે લઇ આવ્યા, ને તેઓમાંના દરેક પોતાના ઘરના ધાબા પર, પોતાનાં આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં કામચલાઉ માંડવાઓ બાંધવા માટે તેનો ઉપયોગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 8:16
12 Iomraidhean Croise  

એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી.


ઇઝરાયલના રાજા યોઆશે, અહાઝયાહના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. તે યરુશાલેમ આવ્યો અને એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો લાંબો યરુશાલેમનો કોટ તોડી નાખ્યો.


યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો.


તે યહોવાહના સભાસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશના તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી.


કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા.


અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા.


હવે ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહેતા હતા, તેઓ પૂર્વની બાજુ પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાની મરામત કરતા હતા.


સર્વ લોકો ખાસ હેતુસર પાણીના દરવાજાની સામેના મેદાનમાં એકત્ર થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાહે ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવા માટે તેઓએ એઝરા શાસ્ત્રીને જણાવ્યું.


પાણીના દરવાજાની સામેના ચોક આગળ સવારથી બપોર સુધી તેઓની સમક્ષ તેણે નિયમોનું વાચન કર્યું. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતાં હતાં.


વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”


જે ખાલદીઓ આ નગર સામે લડી રહ્યા છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. અને તેને તથા જે ઘરોના ધાબાંઓ પર તેઓએ મને રોષ ચઢાવવા બઆલની આગળ ધૂપ બાળ્યો હતો, તથા અન્ય દેવો આગળ પેયાર્પણો રેડ્યાં હતાં. તે ઘરોને પણ તેઓ બાળી દેશે.


જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.


Lean sinn:

Sanasan


Sanasan