નહેમ્યા 8:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એટલે તેઓએ યરુશાલેમમાં અને બીજાં બધાં નગરોમાં એવું જાહેર કરાવ્યું કે, “પર્વતીય પ્રદેશમાં જાઓ અને નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની, ખજૂરીની તેમ જ બીજાં ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 “તેથી યરુશાલેમમાં ઢંઢેરો પિટાવીને એવું જાહેર કરવું કે ‘તમે સર્વ બહાર નીકળીને ડુંગર ઉપર જાઓ, અને લેખ પ્રમાણે માંડવા કરવા માટે જૈતવૃક્ષની, દેવાદારની મેંદીની, ખજૂરીની તથા ઘટાદાર ઝાડની ડાળીઓ લઈ આવો.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તેથી તેમણે યરુશાલેમ અને બીજાં બધાં શહેરો અને નગરોમાં આવી સૂચનાઓ મોકલી આપી: “પર્વતો પર જઈને દેવદાર, ઓલિવ, મેંદી, ખજૂરી અને એવાં અન્ય ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો અને નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે માંડવા બનાવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ15 એટલે તેમણે યરૂશાલેમમાં અને બીજા બધાં શહેરોમાં ઢંઢેરો પિટાવીને એવું જાહેર કરવું કે, “ડુંગરો પર જાઓ અને નિયમમાં લખ્યા પ્રમાણે કામચલાઉ માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની અને ખજૂરીની તેમજ બીજા ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઇ આવો.” Faic an caibideil |