Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે, અમીરોને, અમલદારોને તથા લોકોને, વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે, એકત્ર કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. તેમાં એવું લખેલું માલૂમ પડ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 લોકોને તેમ જ તેમના આગેવાનો અને અમલદારોને એકઠા કરી તેમનાં કુટુંબોની વંશાવળીની ચક્સણી કરી લેવા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી. દેશનિકાલમાંથી જેઓ પ્રથમ પાછા ફર્યા હતા તેમની વંશાવળીની નોંધ મેં મેળવી, અને તેમાંથી મને આવી માહિતી મળી:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 મારા દેવે મને પ્રેરિત કર્યો કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને સાથે બોલાવવા અને તેમને ભેગા કરી તેમની કુટુંબવાર નોંધ કરવી. દેશવટેથી જેઓ સૌથી પહેલા આવ્યાં હતા તેઓની વંશાવળીની યાદી મને મળી, તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:5
15 Iomraidhean Croise  

તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી


ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો! કારણ કે તેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાહનું જે ભક્તિસ્થાન છે તેનો મહિમા વધારવો.


“હે મારા ઈશ્વર, એ લોકોને સારુ મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર.”


“હે મારા ઈશ્વર, ટોબિયાનાં તથા સાન્બાલ્લાટનાં આ કૃત્યો તમે યાદ રાખજો. અને નોઆદ્યા પ્રબોધિકા તથા અન્ય પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતાં હતાં, તેઓને પણ યાદ રાખજો.”


નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.


જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.


કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.


તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.


પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; મારા પર તેમની જે કૃપા છે તે વિનાકારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા.


અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;


પણ ઈશ્વરની આભારસ્તુતિ થાઓ, કે જેમણે તિતસના હૃદયમાં તમારે માટે એવી જ કાળજી ઉત્પન્ન કરી;


તેને માટે હું પણ તેમની શક્તિ કે જે મારામાં કાર્ય કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.


મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan