નહેમ્યા 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મહેટાબેલના દીકરા દલાયાના દીકરા, શમાયાને ઘરે હું ગયો. ત્યારે તે બારણાં બંધ કરીને પોતાના જ ઘરમાં ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે આપણા ઈશ્વરના ઘરમાં, સભાસ્થાનની અંદર મળીએ. અને ભક્તિસ્થાનનાં બારણાં બંધ રાખીએ, કેમ કે તેઓ તને રાત્રે મારી નાખવા આવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 મહેટાબેલના પુત્ર દલાયાના પુત્ર, શમાયાને ઘેર હું ગયો. [બારણાં] બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે ઈશ્વરના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ; કેમ કે તેઓ તને મારી નાખવા માટે આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખવા આવશે” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એ દરમિયાન હું મહેટાબએલના પુત્ર દલાયાના પુત્ર શમાયાને મળવા તેને ઘેર ગયો, કારણ, તે ઘર બહાર નીકળી શકે તેમ નહોતો. તેણે મને કહ્યું, “તું અને હું મંદિરના પવિત્રસ્થાનમાં જઈને ત્યાં સંતાઈ જઈએ અને બારણાં બંધ કરી દઈએ. કારણ, તેઓ તને મારી નાખવા આવનાર છે. ગમે તે રાતે તેઓ તને મારી નાખવા આવી ચડશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 એ સમયે હું, દલાયાના પુત્ર શમાયાને ઘેર ગયો, દલાયા મહેટાબએલનો પુત્ર હતો. તે પોતાના જ ઘરમાં પૂરાયો હતો. તેણે કહ્યું: “આપણે દેવનાં ઘરમાં, મંદિરની મધ્યમાં મળીએ અને આપણે મંદિરના બારણાં વાસી દઇએ, કારણકે તેઓ તને મારી નાખવા માટે આવનાર છે.” Faic an caibideil |