નહેમ્યા 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 કારંજાના દરવાજાની મરામત કોલહોઝેનો પુત્ર શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો; તેણે તે બાંધીને તેને ઢાંકી, અને તેના કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી [બાંધ્યો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 કોલહોઝેનો પુત્ર શાલ્લૂમ, જે મિસ્પા જિલ્લાનો અધિકારી હતો. તેણે “ઝરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેણે દરવાજા પર છાપરું કર્યું, બારણાં ચડાવ્યાં અને તેના નકુચા તથા પાટિયાં બેસાડયાં. તેણે રાજાના બગીચાની નજીક શેલા તળાવ પર દાવિદનગરમાંથી ચડવાની સીડી સુધીનો કોટ બાંધ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 કોલહોઝેહનો પુત્ર શાલ્લૂન મિસ્પાહ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે કારંજાના દરવાજાનું સમારકામ કરી ફરી બનાવ્યો અને તેને ઉપરથી ઢાંકી દીધો અને તેનાં બારણા, આગળા અને દરવાજાના સળિયા ચઢાવ્યાં. વળી તેણે રાજાના બગીચાને અડીને આવેલા શેલાહના તળાવની દીવાલ, દાઉદના શહેરથી નીચે આવતા પગથિયાં સુધી બાંધી. Faic an caibideil |