નહેમ્યા 3:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાનું સમારકામ કરતા હતા. તેઓએ તે કામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા અને તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી. તેઓએ કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલી લાંબી દીવાલનું સમારકામ કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાની મરામત કરતા હતા. તેઓએ તે બાંધીને તેનાં કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી, તથા કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલો કોટ પણ [બાંધ્યો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 હાનૂન તથા ઝાનોઆ નગરના રહેવાસીઓએ “ખીણનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેમણે તેની બારસાખો તથા તેનાં બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા નકુચા તથા પાટિયાં બેસાડયાં. વળી, તેમણે “કચરાના દરવાજા” સુધી લગભગ ચારસો પચાસ મીટર જેટલા કોટની મરામત કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 હાનૂન અને ઝાનોઆહના માણસોએ ખીણના દરવાજાનું સમારકામ કર્યુ હતું. તેઓએ તે બાંધીને તેના કમાડ ચઢાવ્યાં અને તેમને મિજાગરાં જડ્યાં તથા દરવાજાના સળિયા બેસાડ્યા. તે પછી તેઓએ કચરા દરવાજા સુધી 1,000 હાથ જેટલી દીવાલનું સમારકામ કર્યુ હતું. Faic an caibideil |