નહેમ્યા 12:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદમીએલનો પુત્ર યેશૂઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભારસ્તુતિ કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 લેવીઓના વડીલો:હશાબ્યા, શેરેબ્યા તથા કાહ્મીએલનો પુત્ર યેશુઆ, તથા તેઓના ભાઈઓ સામસામે ગાતા વારાફરતી પોતપોતાના વારા વખતે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તવન તથા આભારસ્તુતિ કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્નૂઈ અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ24 લેવીઓના મુખ્ય આગેવાનો આ પ્રમાણે હતા, હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ, તથા તેઓના સગાંવહાંલા. આ સમૂહો સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના સમયે ઇશ્વર ભકત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તુતિના ગીત ગાતા હતા. Faic an caibideil |