Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓના કસબાઓમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં, અને અઝેકા તથા તેના કસબાઓમાં વસ્યા. એમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેમનાં ગામડાંઓમાં વસ્યા. તેઓ લાખીશમાં અને તેની નજીકનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં વસ્યા. આમ, યહૂદિયાના લોકોએ દક્ષિણે બેર-શેબાથી ઉત્તરે હિન્‍નોમખીણ સુધીના પ્રદેશમાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 ઝાનોઆહમાં, અદુલ્લામ અને તેઓનાઁ ગામમાં. લાખીશ અને તેનાઁ ખેતરોમાં, અઝેકાહ તથા તેનાઁ ગામમાં. આમ લોકોએ બેર-શેબાથી હિન્નોમની ખીણ સુધી છાવણી દરેક ઠેકાણે નાખી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:30
18 Iomraidhean Croise  

ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો. તેણે રોટલી તથા પાણી ભરેલું એક પાત્ર લઈને હાગારના ખભા પર મૂક્યું. છોકરો તેને સોંપીને તેઓને વિદાય કર્યાં. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી.


તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.


યોશિયાએ બેન-હિન્નોમની ખીણમાંના તોફેથને અશુદ્ધ કર્યું હતું, કે જેથી કોઈ પોતાના દીકરા કે દીકરીને મોલેખની આગળ દહનીયાપર્ણ તરીકે અગ્નિમાં અર્પણ કરે નહિ.


એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,


બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.


હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાનું સમારકામ કરતા હતા. તેઓએ તે કામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા અને તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી. તેઓએ કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલી લાંબી દીવાલનું સમારકામ કર્યું હતું.


જ્યારે રાબશાકેહ પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશ્શૂરનો રાજા લિબ્નાહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે.


હાર્સિથ ભાગળના નાકા પાસે બેન-હિન્નોમની ખીણ છે ત્યાં જા. અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ.


તે માટે યહોવાહ કહે છે, એવો દિવસ આવે છે” જ્યારે આ ખીણ તોફેથ અથવા બેન-હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે.


ત્યાં તેઓએ મોલેખની સેવામાં પોતાના સંતાનોને અગ્નિમાં હોમવા તેમણે બેન-હિન્નોમની ખીણમાં બઆલ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા તેઓને આપી નથી કે આવા તિરસ્કારપાત્ર કાર્ય કરીને યહૂદિયાની પાસે પાપ કરાવે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી.


હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.


તેથી યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરામને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે


લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા,


લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.


પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.


તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી, યબૂસીઓના દક્ષિણ તરફના ઢાળથી, નીચે એન-રોગેલ સુધી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan