નહેમ્યા 10:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 કેમ કે જે ઓરડીમાં પવિત્રસ્થાનના પાત્રો રાખવામાં આવે છે તેમાં ઇઝરાયલપુત્રોએ તથા લેવીપુત્રોએ સેવા કરનાર યાજકો, દ્વારપાળો તથા ગવૈયાઓને માટે ધાન્યનું, દ્રાક્ષારસનું તથા તેલનું ઉચ્છાલીયાર્પણ લાવવું. અને અમે અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ કરીશું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 ઇઝરાયલી લોકો અને લેવીઓએ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનો ફાળો જ્યાં મંદિરનાં પાત્રો રાખવામાં આવે છે તે ભંડારોમાં અને ફરજ પરના યજ્ઞકારો, મંદિરના સંરક્ષકો, અને મંદિરના ગાયકવૃંદના સભ્યોના ખંડોમાં લઈ જવાનો છે. અમે અમારા ઈશ્વરના ઘર પ્રત્યે દુર્લક્ષ સેવીશું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ39 તેથી ઇસ્રાએલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલ વગેરે ભંડારના ઓરડાઓમાં લાવવાં, જ્યાં મંદિરની સેવાની સામગ્રી રાખવામાં આવે છે, અને જ્યાં તે વખતે સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. “આમ અમે સૌ અમારા દેવનાં મંદિરની અવગણના નહિ કરીએ.” Faic an caibideil |