નહેમ્યા 10:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું. Faic an caibideilપવિત્ર બાઈબલ37 “અમે અમારા યાજકોને તથા દેવનાં મંદિરની ઓરડીમાં અમારા બાંધેલા લોટનો પહેલો ભાગ, અને દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલનું અર્પણ લાવીશું. વળી અમારી ભૂમિની પેદાશમાંથી પ્રત્યેક વસ્તુનો દશમો ભાગ અમે લેવીઓ માટે લાવીશું. કારણ કે અમારા સર્વ દેશના નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે. Faic an caibideil |