Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 જો દેશના લોકો સાબ્બાથ દિવસે માલ કે કંઇ ખાવાનું વેચવા આવે, તો સાબ્બાથે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદ કરવું નહિ; અને સાતમે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 “વળી જો ભૂમિના લોકો કંઇ વેચવા માટે અથવા અનાજ લાવશે, તો અમે તે સાબ્બાથના દિવસે કે બીજા કોઇ પવિત્ર દિવસે ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે ભૂમિને ખેડશું નહિ અને અમારું બધું લેણું માફ કરીશું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:31
24 Iomraidhean Croise  

આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!


તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તેઓને મેં જોયા.


તો શું અમે તમારું સાંભળીને વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ?”


આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.


તેથી વિશ્રામવારના દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,


રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ વ્યભિચાર કરશે અને તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.


આ એ ઉપવાસ નથી જેને હું પસંદ કરું છું: દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં દોરડાં છોડવાં, કચડાયેલાઓને મુકત કરવા અને દરેક ઝૂંસરીને ભાંગી નાખવી.


એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.


એ જ દિવસે તમારે પવિત્ર મેળાવડાનો ઢંઢેરો પીટવો. તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમારા વંશજોને માટે એ સદાનો વિધિ થાય.


છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ સંપૂર્ણ વિશ્રામનો અને પવિત્ર મેળાવડાનો દિવસ છે. એ દિવસે કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાહનો વિશ્રામવાર છે.


જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.


તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.


Lean sinn:

Sanasan


Sanasan