નહેમ્યા 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 “મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો; “તમારા સેવકો ઇઝરાયલીઓ માટે રાતદિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યાં છે તે તથા મેં તેમ જ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમે ધ્યાન દઈને મારું સાંભળો, ને તમારી આંખો ઉઘાડો, તમારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયલી લોકોએ જે પાપો તમારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતાં રાતદિવસ તમારી સમક્ષ તમારા સેવક ઇઝરાયલને માટે હું પ્રાર્થના કરું છું, તે તમે સાંભળો; હા મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યુ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારી પ્રાર્થના સાંભળો. કારણ, તમારા સેવકો એટલે ઇઝરાયલી પ્રજા માટે હું રાતદિવસ પ્રાર્થના કરું છું. હું કબૂલ કરું છું કે અમે ઇઝરાયલી લોકોએ પાપ કર્યું છે; મારા પૂર્વજોએ અને મેં પાપ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “કૃપયા તમારા સેવકની અરજ ધ્યાનથી સાંભળો અને તમારી આંખો ઉઘાડી રાખો. અને મારી પ્રાર્થના સાંભળો; ઇસ્રાએલીઓ તમારા સેવકો માટે રાતદિવસ હું તમારી સમક્ષ તમને પ્રાર્થના કરું છું. અમે ઇસ્રાએલના લોકોએ તમારી વિરૂદ્ધ જે પાપ આચર્યા છે, તેની હું કબૂલાત કરું છું. Faic an caibideil |