Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 3:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તારા ઘાની. વેદના બિલકુલ શમતી નથી, તારો ઘા કારી છે. તારી ખબર સાંભળનારા સર્વ તારા [હાલ જોઈને] તાળીઓ પાડે છે. કેમ કે તારી દુષ્ટતા કોના પર સતત ચાલી નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તને પડેલા ઘાનો કોઈ ઇલાજ નથી અને તારા ઘા રૂઝાય તેવા નથી. તારા વિનાશના સમાચાર સાંભળનાર સૌ કોઈ હર્ષથી તાળીઓ પાડે છે. શું કોઈ તારી અનહદ ક્રૂરતાથી બચ્યું હતું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તારી વેદનાને બિલકુલ રાહત નથી; તારો ઘા પ્રાણઘાતક છે; જે કોઇ તારી પડતીના સમાચાર સાંભળે છે, તે તાળીઓ પાડે છે; કારણકે એવો કોઇ છે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 3:19
20 Iomraidhean Croise  

તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે; તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.


આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે?


હે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે.


જુઓ, બુમાટાનો અવાજ પાસે આવ્યો છે; તે આવે છે. ઉત્તર તરફથી મોટો કોલાહલ સંભળાય છે. જેથી યહૂદિયાનાં નગરો ઉજ્જડ થઈ જાય અને તેમાં શિયાળવાં વસે.


યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘તારો ઘા રૂઝાય એવો નથી; તારો ઘા જીવલેણ છે.


હે મિસરની કુમારિકા, ગિલ્યાદ જા અને શેરીલોબાન લે. તું ઘણાં ઔષધનો ઉપચાર કરશે પણ તું સ્વસ્થ થશે નહિ.


જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો ‘સુંદરતાની સંપૂર્ણતા’ તથા ‘આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?”


કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષ્યાને લીધે તું મનમાં ખુશ થઈ છે.


“ઊઠ મોટા નગર નિનવે જા, અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે.”


તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી, કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે. તે મારા લોકોના દરવાજા સુધી, છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે.


તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો.


તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.’”


ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તમારો ન્યાય તેના પર લાવ્યો છે.’”


Lean sinn:

Sanasan


Sanasan