Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 5:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, “તમારી દીકરી તો મરી ગઈ છે; હવે તમે ઉપદેશકને તસ્દી શું કરવા આપો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 ઈસુ હજુ બોલતા હતા એવામાં જ ભજનસ્થાનના અધિકારીને ઘેરથી કેટલાક માણસોએ આવીને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે. હવે ગુરુજીને વધારે તકલીફ શા માટે આપો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, “તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 5:35
13 Iomraidhean Croise  

ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.


ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’”


ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.”


તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, ‘ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?’”


સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો;


ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’”


ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.


ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.


એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’”


ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.


ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’”


હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.


Lean sinn:

Sanasan


Sanasan